ગુર્જરેશ્વર કુમારપાલ - ભાગ 8

  • 2.5k
  • 1
  • 1.6k

૮ ચૌદમું રતન કાક ઊપડ્યો તો ખરો, પણ એનું મન અત્યારે અનેક વિચારોના રણક્ષેત્ર સમું બન્યું હતું. કુમારપાલને રાજગાદી મળે તો એની જીવનભર સેવેલી એક મહત્વાકાંક્ષા સિદ્ધ થાય તેમ હતું. એણે કેશવ સેનાપતિની જેમ અવંતીમા પાટણની વિજયસેના દોરવી હતી. પાટણના સેનાપતિનું પદ એને મન કેવળ ઇન્દ્રાસનથી જ ઊતરતું હતું. કેશવ સેનાપતિને એ હંમેશાં તરસી આંખે જોઈ રહેતો અને એનો ઉત્તુંગ શ્યામ વાજી – પાટણનું એ એક ગૌરવ મનાતું. કાકને એ સ્થાન વિષ્ણુપદ જેવું અચળ અને અદ્ભુત લાગતું. પણ આંહીં કુમારપાલ માટે ગાદીને બદલે જીવનદોરીના જ વાંધા ઊભા થયા હતા. મલ્હારભટ્ટ પાતાળમાંથી પણ કુમારપાલને લાવ્યા વિના હવે રહેવાનો નહિ. અને કુમારપાલ