ગુર્જરેશ્વર કુમારપાલ - ભાગ 5

  • 2.8k
  • 2
  • 1.8k

૫ મહારાજ જયસિંહદેવની પાદુકા ચંદ્રાવતીના પરમારોની પાટણભક્તિ પ્રસિદ્ધ હતી. આજે ત્યાગભટ્ટ આવ્યો અને આ પણ આવ્યા. એટલે એમને રેઢા ન મૂકવા એ દ્રષ્ટિએ કૃષ્ણદેવ ને ઉદયન ને કાક – સૌ એમની સાથે રાજદરબારે ઊપડ્યા હતા.  આ પરમાર ધારાવર્ષદેવ કેમ આવેલ છે. એનો કાકને કે કોઈને હજી કાંઈ ઉકેલ મળ્યો ન હતો. એટલે કાકના મનમાં તો અત્યારે બે મોટા પ્રશ્નો આવીને એણે મૂંઝવી રહ્યા હતા: એક પ્રશ્ન તો એ કે પેલો મહારાજ ખરેખરી રીતે કોણ હતો એ જાણવાનું એણે હજી બાકી હતું. રાજદરબારમા તો વિવેકવાર્તા ને શોકવાર્તા થશે, પણ આ બંને આબુથી આંહીં આવ્યા છે તો કાંઈક મેળમાં હોવું જોઈએ. મહાઅમાત્યના