ગુર્જરેશ્વર કુમારપાલ - ભાગ 1

(13)
  • 7k
  • 1
  • 4.2k

ધૂમકેતુ પ્રવેશ મહાન ગુર્જરેશ્વર અવંતીનાથ જયસિંહ સિદ્ધરાજના મૃત્યુસમાચારનો ભયંકર પડછાયો અણહિલપુર પાટણ ઉપર પડી ચૂક્યો હતો. ભીષણ ચોટ લાગેલી મૂર્છિત નિર્જન ધરતી હોય તેમ નગરી આખી સૂમસામ અને શૂન્ય જેવી બની ગઈ હતી. કોઈને કાંઈ સૂઝતું ન હતું. હવે શું થશે એની ચિંતામાં હોય તેમ સૌ આકુળવ્યાકુળ અને શોકઘેરા વાતાવરણમાં વ્યગ્ર-વ્યગ્ર ફરી રહ્યા હતા. કેટલાક તો હજી આ સમાચાર માનવાને પોતાની જાતને તૈયાર પણ કરી શક્યા ન હતા; એમને મન બર્બરકજિષ્ણુ અવંતીનાથ મહારાજ જયસિંહદેવ માનવી ન હતા. સિદ્ધરાજ માનવોત્તર સિદ્ધપુરુષ હતા. મૃત્યુથી તેઓ પર હતા! દેવાધિદેવને જો મૃત્યુ હોય , તો એમને મૃત્યુ હોય! પણ મહારાજના નિધન-સમાચારનો એકદમ મોટો ધ્રાસકો