ભક્ત બોડાણા

  • 6.4k
  • 1
  • 2.5k

પૌરાણિક કથા:- ભક્ત બોડાણા આ વાત છે કળિયુગમાં ડાકોરમાં રજપૂત કુળમાં જન્મેલા વિજયસિંહ કે વજેસંગ બોડાણાની. તેમના પત્નીનું નામ ગંગાબાઈ. પૂર્વ જન્મના સંચિત કર્મથી શરૂઆતથી જ વિજયસિંહ બોડાણાનું મન કૃષ્ણ ભક્તિ તરફ વળેલું. એટલે, તેમને કૃષ્ણમાં ભારોભાર શ્રદ્ધા. એવું કહેવાય છે કે પૂર્વજન્મમાં આ વિજયાનંદ બાળ કૃષ્ણના સખા હતા. એટલે, સખામાં તો રીસામણા-મનામણા ચાલ્યા કરે. એકવાર વિજયાનંદ કૃષ્ણથી રિસાયા. ત્યારે શ્રીકૃષ્ણએ મનામણાં સ્વરૂપે વિજયાનંદને એમના સાચા સ્વરૂપનાં દર્શન કરાવ્યા. ભગવાનના અસલ સ્વરૂપને જાણી ગયેલા વિજયાનંદે, આગલા જન્મમાં પણ તેમની ભક્તિ સાથે જન્મવાનું વરદાન માંગ્યું. તેમણે હાથ જોડી કહ્યું "હે પ્રભુ ! મને આગલા જન્મમાં આપના પરમ ભક્ત તરીકે જન્મ આપજો.