આજે બારમાં ધોરણનું પરિણામ હતું. એટલે શાળાઓમાં બધે સવારથી જ ચહલપહલ હતી. શું પરિણામ આવશે..? આ પ્રશ્ન માત્ર શાળામાં નહીં ,અનેક પરિવારોમાં ચર્ચાઇ રહ્યો હતો. હિના બેનનો પરિવાર એટલે એક મધ્યમ વર્ગીય પરિવાર. પતિ ગોપાલભાઈ , સંતાનમાં પુત્ર શનિ અને પુત્રી મેઘા. આ ચારેય જણા સુખેથી રહે. મોંઘવારી ખૂબ વધી રહી હતી. એટલે ગોપાલભાઈની કમાણીથી ઘર માંડ માંડ ચાલતું. હીનાબેન સિલાઈ કામ કરી અને મદદ કરાવે ત્યારે સંતાનોની ફી ના પૈસાની વ્યવસ્થા થતી. પણ, બંને સંતાનો ભણવામાં ખૂબ હોશિયાર એટલે એમના માટે મહેનત કરવી તેમને સફળ લાગતી. હીનાબેન અને ગોપાલભાઈને તો આજે આખી રાત ઊંઘ ન આવેલી. તેમના પુત્ર શનિનું