સૂર્યોદય થઈ રહ્યો હતો, મુંબઈ જેવા મેટ્રો સિટીમાં સવાર ના પાંચ વાગ્યે એટલે અમુક લોકોની નાઈટ લાઈફ પૂરી થતી હોય છે અને બીજી તરફ અમુક લોકોની દરરોજની લાઈફ શરૂ થતી હોય છે, સવારનાં જ રેલવે સ્ટેશન પર લોકલ ટ્રેન માટે રાહ જોતાં નોકરી પર જવા વાળા લોકો, સવાર સવારમાં ચા ની દુકાન પરથી આવતી ચાની મહેક, ન્યૂઝ પેપર વાળાનું સવારની તાઝા ખબર વાળું છાપું કોઈના આંગણામાં જઈ રહ્યું હોય છે, જેનાં છોકરા આખી રાત કલબમાં મોજ મસ્તી કરીને સવારે ઘરે સૂવા આવે એના જ પેરેન્ટસ સવારમાં પાર્કમાં જોંગીગ કરતાં નજરે પડે છે. જેમ જેમ સમય આગળ વધે ચહલપહલ વધતી જાય