ગતાંકથી.... "હા ."લાલચરણે ઘેરા અને ગંભીર અવાજે જવાબ આપ્યો .ઉપરનો જવાબ આપ્યા પછી તે કાંઈ પણ બોલ્યો નહીં અને આ માટે તેને કોઈ આતુરતા બતાવી નહીં તેથી પૃથ્વીને નવાઈ ઉપજી ,પણ તે પછી થોડીક જ વારમાં પત્રકાર તરીકેનો જુસ્સો પૃથ્વીના હૃદયમાં ઉભરાય આવ્યો .તેને એમ લાગ્યું કે સર આકાશ ખુરાના ના ઘરે જઈને તેનું અચાનક મૃત્યુ કેવી રીતે થયું ,મરનારની ભવિષ્યની યોજનાઓ શી હતી વગેરે બાબતોમાં કાંઈ પણ ખબર એકઠી કરવી જોઈએ. તેણે લાલચરણ ને કહ્યું : " હું સર આકાશ ખુરાનાને મકાને જાઉં?" હવે આગળ..... લાલ ચરણે જવાબ આપ્યો : "જવું નકામું છે." પૃથ્વી એ અચરજ થઈ કે કહ્યું