હે સર્જનહાર પ્રભુજી, વિધવિધતાથી રચેલી છે. હે સર્જનહાર ! તારી આ દુનિયા. તોય ખૂંચે છે આજ, જોઈ માનવને ફાની આ દુનિયા. હે સર્જનહાર પ્રભુજી! મારા એકમાત્ર આસ્થાના કેન્દ્ર. આ ટેક્નોલોજીના યુગમાં પણ, આજે તમને પત્ર લખવાની કોશિશ કરું છું. માનવ પાસેથી તો કદાચિત્ જવાબની આશા હોય છે કે,કોઈ પ્રત્યુત્તર આવશે. પણ, જો બની શકે તો આપ પણ મારો આ પત્ર વાંચી પ્રત્યક્ષ કે પરોક્ષ પ્રત્યુત્તર જરૂર વાળશો. એવી અભિલાષા સાથે મારા મનની વાત કરવા જઈ રહી છું. કોઈ ફરિયાદ નથી કરવી, સઘળું તમારાથી પરિચિત છે. માનવીને મન બધું અશક્ય તે, તમારા થકી તો કદાચિત્ છે. શું લખવું? અને કેવી રીતે