જલધિના પત્રો - 12 - ભૂમિજાનો સર્જનહાર ધરતીને પત્ર

  • 1.4k
  • 434

હે માતા ધરિત્રી, તારી અને મારી નિકટતા કોઈ શબ્દ કે લાગણીઓની મોહતાજ નથી. પણ એમ છતાં, આજે તને પત્ર લખવાનું મન થઈ આવ્યું.એટલે તને ઉદ્દેશીને આ પત્ર લખી રહી છું. સૌ પ્રથમ તો આ જાનકીના તારા ચરણોમાં કોટિ કોટિ વંદન. સૃષ્ટિના દરેક જીવને તેની સર્જક માતા પ્રત્યે જે અહોભાવ હોય તેવો અહોભાવ તો કોઈ દેહધારીને અભિવ્યક્તિ માટે હોય. પણ, આ જાનકીને તો તારી સાથેનો અવર્ણનીય નાતો છે. કોઈ શિશુ માતાના ઉદરમાંથી જન્મે અને જે હુંફને પામે એવી જ હુંફ મને સદૈવ તારાથી મળી છે. કેમકે , આખરે તો તું મારી જન્મદાત્રી છે. તુજ થકી સંચાર મુજમાં સંચર્યો, જનક જેવો તાત