જલધિના પત્રો - 1 - સખા કૃષ્ણને પત્ર

  • 3.4k
  • 1.7k

પ્રાચીન સમયથી જ લાગણીઓની શાબ્દિક આપ-લે પત્ર દ્વારા થતી આવી છે.પણ આજે ટેકનોલોજીના સમયમાં આ સ્થાન મોબાઈલ ઈન્ટરનેટ જેવા માધ્યમથી થવા લાગ્યું છે.કદાચ હાથ વડે લખાયેલી લાગણી જેટલું એ અસરકારક ન થઈ શકે પણ કામચલાઉ માધ્યમ જરૂર બની શકે.તેમ છતાં આજે એ પુરાણી પરંપરા ને જીવંત કરવાનો આ નાનકડો પ્રયાસ કરી આ સંગ્રહ પ્રસ્તુત કરવા જઈ રહી છું.આશા છે વાચકોને એ ટેકનીકલ બનાવટી લાગણી કરતાં વધુ આકર્ષત કરી શકશે. પ્રિય સખા કૃષ્ણ જ્યારે પણ તમારા માટે કંઈક લખવાને કલમ ઉઠાવું છું ને, મારી કલમમાં કંપન આવે છે.મન અને મગજ વચ્ચે દ્વંદ રચાયા કરે છે. લાગણીઓ એટલી ઝડપથી વહેવા