(૧૦૨) દિવેર ઘાટીનું યુદ્ધ ઇ.સ. ૧૫૮૦ થી ૧૫૮૩ શહેનશાહ અકબર મોગલ સામ્રાજ્યની શિથિલતાઓને ખંખેરી નાખવાના અગત્યના કાર્યમાં રોકાયા હતા. રાજા ટોડરમલને જમીન- મહેસુલ પદ્ધતિ અંગેની યોજના બનાવી કાઢવાનું કામ સોપ્યું. બંગાળ બળવાના ચાળે ચઢ્યું હતું. ત્યાં વારંવાર બગાવત પોકારવામાં આવતી. વિદ્રોહના સ્વર દાબીને કડક અંકુશ સ્થાપવા સ્વયં અકબરશાહ બંગાળ ગયા હતા. આ કામ માટે ઇ.સ. ૧૫૮૩ નો સમગ્ર સમય ત્યાં પસાર કરવો પડ્યો. વણ લખ્યો યુદ્ધ વિરામ મળ્યો. સમજી મહારાણા પ્રતાપે પણ સૈન્ય સંગઠન સાધવા માડ્યું. સત્યવાદી રાજા હરિશચંદ સત્ય માટે, વચન માટે શ્મશાનનો રખેવાળ બન્યો. ભયંકર કસોટીમાંથી પાર ઉતર્યો ત્યારે પ્રભુએ તેમનો હાથ પકડ્યો. મેવાડપતિ મહારાણાએ પણ ભીષ્મ સંકટો