ભારતીય ઇતિહાસમાં ગુહિલોત વંશ તથા મહારાણા પ્રતાપ - 100

  • 1.6k
  • 752

(૧૦૦ ) રહીમખાન શાહજાદા સલીમના ગુરૂ બાદશાહ અકબરના ઇબાદતખાનામાં મહાત્મા કબીરની ચર્ચા કરતા કરતા ધર્મગુરૂ ‘ગુરૂ-મહિમા’ પર ઉતરી પડ્યા. “ગુરૂ બિન જ્ઞાન નહી.” ગુરૂ ગોવિંદ દોનોં ખડે,કિસકો લાગુ પાય, બલિહારી ગુરૂદેવકી, જિન મોંહે ગોવિંદ દિયો બતાય. બાદશાહ, ગુરૂ વગર જ્ઞાન નથી. સિકંદરની મહાનતા એરિસ્ટોટલને લીધે છે. ચંદ્રગુપ્તની મહાનતા ચાણક્યને લીધે છે. અર્જુનની મહાનતા કૃષ્ણને લીધે છે. ગુરૂની જ્ઞાન દ્રષ્ટિથી જ શિષ્ય સંસારના પ્રકાશને લાધી શકે છે. ખુદા કો ભી મિલાનેવાલે ઉસ્તાદ હૈ, ઉસ્તાદ જિસે અચ્છા મિલ જાય ઉસકા જન્મ સફલ હો જાતા હૈ. પંડિતજીનો ઉપદેશ શહેનશાહના કાનોમાં સતત ગૂંજ્યા કરતો હતો. સાથે સાથે રંગીલા વસ્ત્રોમાં સજ્જ રહેતો અને હરમની કનીજોના