શિખર - 20

  • 1.4k
  • 4
  • 800

પ્રકરણ - ૨૦ નવમા ધોરણમાં ભણતો શિખર હવે શાળાએ તો રોજ જતો રહેતો હતો પરંતુ એનું ધ્યાન હવે ભણવામાં લાગતું નહોતું. એનું ચિત્ત હવે ભણવામાં બિલકુલ ચોંટતું નહોતું. મનથી તો એ જાણતો હતો કે મારે મારું બધું જ ધ્યાન ભણવામાં આપવું જોઈએ પરંતુ એ કરી શકતો ન હતો. એ કોશિશ તો કરતો કે, એનું ધ્યાન ક્યાંય ભટકે નહીં પરંતુ એ વારંવાર વિચલિત થઈ ઉઠતો. એનું ધ્યાન વારંવાર શ્રેયા પ્રત્યે આકર્ષિત થઈ રહ્યું હતું. એક ગજબનું આકર્ષણ એ શ્રેયા પ્રત્યે અનુભવી રહ્યો હતો. શાળામાં શિક્ષક જ્યારે ભણાવી રહ્યા હોય ત્યારે પણ એની નજર હંમેશા શ્રેયા તરફ જ રહેતી. એ હંમેશા શ્રેયાને