શિખર - 19

  • 2.3k
  • 3
  • 1.2k

પ્રકરણ - ૧૯ શિખર અને એની ટીમે શાળાનું નામ રોશન કર્યું હતું એ બદલ એમની શાળા તરફથી પણ આ પાંચેય વિદ્યાર્થીઓને જાહેરમાં સન્માનિત કરવામાં આવ્યા. બધાંને આ વાતનો ખૂબ જ આનંદ હતો. એટલું ઓછું હોય એમ શિખરનો પરિવાર પણ શિખરની આ જીતને ઉજવવામાં પાછો ન પડ્યો. શિખરની જીત પણ ફરી આખા પરિવારે એકસાથે ઉજવી. પલ્લવી અને નીરવ બધાંને કહેતા થાકતાં નહોતાં કે, "શિખર સ્પર્ધામાં ઈનામ જીતીને આવ્યો છે." પલ્લવી અને નીરવની આવી વાતો સાંભળીને ક્યારેક કોઈક મજાક પણ કરી લેતાં કે, "જો જો હો દીકરાને બહુ દોડાવવાની લાયમાં અને એના પર ખૂબ અભિમાન લેવામાં ક્યાંક એ ઘમંડી ન બની જાય.