ધૂલો તો હરખપદૂડો (DTH) - 47

  • 1.7k
  • 642

ધૂલો તો હરખપદૂડો (DTH) - પ્રકરણ ૪૭આપણે જોયું કે એમના મિત્ર વર્ગની એક ખાસ મીની શનિવારીય બેઠક વિનીયા વિસ્તારીના ઘરે ગોઠવાઈ છે. જેમાં વિનીયા વિસ્તારી અને સોનકી સણસણાટ એમના ચાંદ મામાના લગ્ન, ઘર તથા બુક સ્ટોર માટે આ ખુફિયા મિશન પર કાર્યરત હતાં. પણ કેતલા કીમિયાગાર તથા પિતલી પલટવારના આ મિશનના રોલ અંગે હજી અનિશ્ચિતતા પ્રવર્તે છે. હવે આગળ...બૈજુ બાવરીએ એક અલગ મુદ્દો ઊભો કર્યો, "સરસ. ખૂબ આનંદની વાત છે પણ આ ચાંદ મામાના થાળે પાડવાની સમગ્ર ઘટનાક્રમમાં કેતનભાઈ અને પિતલી પલટવાર ક્યાં આવ્યાં?" આ સાથે સૌની ભૃકુટિઓ તણાઈ ગઈ. બધાં ચોંકી ઊઠ્યાં, 'આ તો ધ્યાન બહાર રહી ગયું.'વિનીયા વિસ્તારીએ