પ્રોજેક્ટ પ્રલય - 13

(12)
  • 1.7k
  • 1
  • 888

પ્રકરણ ૧૩ સીટી હોલ ન્યુયેાર્ક મેયર ડોલ્બી ઉપર નારાજ હતા. 'નેન્સી, તારૂં' વતૅન ઘણું ખરાબ કહેવાય. એક મહાન શહેરની પ્રતિનિધિને આવું વર્તન છાજે નહિ.' મેયર ખુશીમાં ફસડાઈને બેઠો. ‘ સોરી, મિ. મેયર ’ નેન્સીએ કહયું ' પણ મારે ય મારા આદર્શો છે અને એ લોકો-' 'આદર્શોનો બકવાસ બંધ કર,' ન્યુમેને કહયું. 'તારા આ આદર્શવાદને લીધે આ શહેરને વોશીંગ્ટન દ્વારા હવે કેટલું સહન કરવું પડશે તેનો અંદાજ તેં કાઢયો છે. તેં વિશ્વાસ ભંગ કર્યો.' 'મારે મારા સિધ્ધાંતો છે, મેની.' 'એ સિધ્ધાંતોનો રગડો બનાવજે.' મેયરે કહયું. 'નેન્સી, તારા માથે જવાબદારીઓ છે. તારૂં વતૅન જરૂર બેજવાબદારી ભર્યું કહેવાય. તું ફરી એ મીટીંગમાં જા.'