સૈલાબ - 12

(44)
  • 4.4k
  • 5
  • 2.5k

૧૨ : મોતની સફર... ! અનવર તથા રૂખસાના ગણપત પાટીલનાં બંગલે પહોંચ્યા ત્યારે રાતના અગિયાર વાગ્યા હતા. અત્યારે ક-સમયે એ બંનેને આવેલાં જોઈને ગણપતના આશ્ચર્યનો પાર ન રહ્યો. 'શું વાત છે બોસ...?' એણે ડધાયેલાં અવાજે પૂછ્યું, ‘આટલી મોડી રાત્રે શા માટે આવવું પડ્યું...? મને ફોન કર્યો હોત હું. પોતે આવી જાત... !' 'પહેલાં નિરાંતે બેસી જા... પછી વાતો કરીએ... !' અનવરે કહ્યું. એ પોતાની જાત પર કાબૂ મેળવી ચૂક્યો હતો. ત્રણેય બંગલાનાં વિશાળ ડોઈંગ રૂમમાં આવીને બેઠા. બંગલાનો રસોયો પીટર પણ ત્યાં હાજર હતો અને અનવર તથા રૂખસાનાનું આગમન થયું ત્યારે તે ગણપતની સાથે બેસીને ટી.વી. જોતો હતો. ગણપતે તેને