સૈલાબ - 11

(52)
  • 4.7k
  • 5
  • 2.6k

૧૧.માઇક્રોફોનનો ભેદ... ! ગણપત મોટરબોટ ચાલકની વ્યવસ્થા માટે ખરે ખૂબ જ દોડાદોડ કરતો હતો. હવે તો એણે આ કામ માટે પોતાનાં કેટલાંય માણસોને પણ કામે લગાડી દીધા હતા. પરંતુ આટલા આટલા પ્રયાસો પછી પણ એને નિષ્ફળતા જ સાંપડી હતી. શનિવારની રાત સુધી પણ એ કે એનાં માણસો કોઈ મોટરબોટ ચાલકની વ્યવસ્થા ન કરી શક્યા. ગણપત એકદમ નિરાશ થઈ ગયો. પોતાનો સંઘ કાશીએ નહીં પહોંચે એવો ભાસ એને થવા લાગ્યો. પરંતુ રવિવારે સવારે એણે અખબારમાં એક સનસનાટીભર્યા સમાચાર વાંચ્યા. આ સમાચાર વાંચતા જ એનું અશક્ય કામ અચાનક જ શક્ય બની ગયું. અખબારમાં છપાયેલા એ સમાચાર મનમોહન નામના એક માણસ વિશે હતા.