સૈલાબ - 10

(53)
  • 4.5k
  • 4
  • 2.6k

૧૦ : પ્રભાતની શંકા...! દિલીપની કાર્યવાહીમાં હવે ઝડપ આવી ગઈ હતી. એનું દિમાગ એકદમ સક્રિય બની ગયું હતું. અને તે પળે પળે નવી નવી વાતો વિચારતો હતો. એણે ગણપતને મોટરબોટ તથા હથિયારોની વ્યવસ્થા કરવાનું જરૂર કહી દીધું હતું. પરંતુ એના પ્રયાસો હજુ પણ જેલમાંથી ફરાર થવાની જરૂર ન પડે, એવા જ હતા. શક્ય હોય તો તે એમ ને એમ જ પ્રભાત પાસેથી ફાઈલ તથા પેઈન્ટિગ વિશે જાણી લેવા માંગતો હતો. અલબત્ત, આ કામ સરળ નથી એ હકીકતથી પણ તે પૂરેપૂરો વાકેફ હતો. પરંતુ તેમ છતાંય એ દિવસે એણે તક મળતાં જ આ બાબતમાં પ્રભાત સાથે વાત કરી. બપોરના બે વાગ્યા