૭. પ્રભાતનો ખુલાસો... ! બેલાપુરની જેલમાંથી ફરાર થવા માટે દિલીપે ખૂબ જ બારીકાઈથી જેલની એક એક વસ્તુનું નિરીક્ષણ શરૂ કરી દીધું હતું. ફરાર થવાની કોઈ પણ યોજના બનાવતાં પહેલાં તમામ વિગતો જાણી લેવી જરૂરી હતી.. એ જ દિવસે એક વિચિત્ર બનાવ બન્યો. દિલીપ તથા પ્રભાતને કેદીઓનાં એઠાં વાસણ સાફ કરવાની કામગીરી સોંપવામાં આવી. પીતાંબર તરત જ દિલીપ પાસે દોડી ગયો. ‘શંકર.' એ ઉતાવળા અવાજે બોલ્યો, ‘જો તું કહેતો હો તો આ કામ માટે હું તારી જગ્યાએ કોઈક બીજાંને ગોઠવી દઉં.' ‘ના...’ દિલીપે નકારમાં માથું હલાવ્યું, ‘એવું કરવાની કંઈ જરૂર નથી.' ‘પણ….' ‘તુ સમજતો કેમ નથી પીતાંબર ?' દિલીપ ધીમા પણ