સૈલાબ - 5

(46)
  • 4.3k
  • 6
  • 2.8k

૫. નાનો ઝગડો, મોટી ચાલ... ! બપોરે જમ્યા પછી દિલીપ આરામથી ખુરશી પર બેસીને સગારેટનાં કશ ખેંચતો હતો. જ્યારે સામેની સોફાચર પર બેઠેલો ગણપત આશાભરી નજરે તેની સામે તાકી રહ્યો હતો. પોતે જાણે દિલીપને નહીં, પણ પચીસ લાખ ડૉલરનાં ઢગલાને જોતો હોય, એવા હાવભાવ એનાં ચહેરા પર ફરકતા હતા. ‘મારા પ્રસ્તાવ વિશે તે કંઈ વિચાર્યું શંકર ?' છેવટે હિંમત કરીને એણે પૂછ્યું. ‘હા, વિચાર્યું... ઘણું વિચાર્યું છે મિસ્ટર ગણપત.' દિલીપ સહમતિ સૂચક ઢબે હલાવતાં બોલ્યો. ‘તો પછી તારો શું નિર્ણય છે?' ‘નિર્ણય જણાવતાં પહેલાં હું મારા મગજમાં ઉદ્ભવેલા અમુક સવાલોના જવાબ જાણવા માંગુ છું.' ‘કેવા સવાલ ?’ દિલીપનો દેહ ખુરશી