સૈલાબ - 2

(49)
  • 4.8k
  • 4
  • 3.3k

૨. ખૂની નાટક રોયલ કેસિનો... ! વિશાળગઢના ધોબીઘાટ વિસ્તારમાં આવેલાં મામૂલીથી માંડીને ઉચ્ચ સ્તરનાં જુગાર રમાતા હતા. ત્યાં હંમેશા ગુંડા-મવાલીઓની ભીડ રહેતી હતી. બપોરનાં એક વાગીને ઉપર પાંચ મિનિટ થઈ હતી. કેસિનોમાં હંમેશની માફક ભીડ હતી. એ જ વખતે દિલીપ અંદર પ્રવેશ્યો. અત્યારે એ પોતાનાં પૂર્વ પરિચિત વસ્ત્રોમાં સજ્જ હતો. લાંબો- કાળા કલરનો ઑવરકોટ, અને મસ્તક પર ફેલ્ટ હેટ... ! અલબત્ત, એનો ચહેરો ક્લિન શેવ્ડ હોવાને બદલે દાઢી-મૂંછવાળો હતો. કેસિનોમાં ઘૂસતાં જ એણે સ્ટાફના એક માણસને પકડ્યો. ‘ચીનુ ક્યાં છે...?’ એ રીઢા ગુંડા જેવા અવાજે બોલ્યો. ‘ચીનુ... ?’ સ્ટાફનો કર્મચારી હેબતાયો, ‘કોણ ચીનુ... ?’ જવાબમાં દિલીપે ગજવામાંથી એક ફોટો કાઢીને