શિખર - 13

(11)
  • 2.8k
  • 1
  • 1.7k

પ્રકરણ - ૧૩ શિખરની શાળા શરૂ થવાને હવે માત્ર એક જ મહિનાની વાર હતી. પરંતુ મનુષ્યની ઈચ્છાઓની ધારણા બહાર પણ કુદરત કંઈક ને કંઈક કરતી જ હોય છે. કોઈએ ક્યારેય પણ વિચાર્યું નહોતું કે કુદરત આ રીતે કઠોર રમત રમશે. શિખરને શાળાએ જવાને હજુ મહિનો બાકી હતો. તેવામાં એક દિવસ નીરવે ટીવીમાં સમાચાર જોયા. ચીનમાં કોરોના વાયરસનો વધતો જતો પ્રકોપ. ચીનમાં આ વાયરસ દિવસે ને દિવસે ફેલાતો જઈ રહ્યો છે અને લોકો ખૂબ જ ડરી રહ્યા છે. કારણ કે, આ વાયરસ એકબીજાને અડવાથી પણ ફેલાઈ શકે છે. અને એમાં પણ ખાસ કરીને બાળકો અને વૃદ્ધોને માટે આ વધુ જોખમકારક સાબિત