ઔષધો અને રોગો - 2

  • 4.3k
  • 2k

અગર: અગરનાં વૃક્ષ બંગાળના વાયવ્ય ઈલાકા સીલહટ તરફ જંટીય પર્વત પર અને તેની આસપાસ થાય છે. આસામમાં ઘણા પર્વતો પર તથા મલબાર, કર્ણાટક તરફ પણ આ વૃક્ષ થાય છે. અગરનાં વૃક્ષ મોટાં અને બારેમાસ લીલાંછમ રહે છે. તેનાં પાંદડાં અરડુસીનાં પાંદડાં જેવાં જ હોય છે. આ વૃક્ષને ચૈત્ર-એપ્રીલ માસમાં ફુલ આવે છે. તેનાં બીજ શ્રાવણ-ઓગસ્ટમાં પાકે છે. તેનું લાકડું કોમળ અને અંદર રાળ જેવો સુગંધી પદાર્થ ભરેલો હોય છે. અગર સુગંધી, (આથી તે ધપુ અને અગરબત્તીમાં પણ વપરાય છે) ઉષ્ણ, કડવો, તીખો, ચીકણો, રુચિ ઉત્પન્ન કરનાર, પીત્તકારક, તીક્ષ્ણ, વાયુ, કફરોગો અને કર્ણરોગ તથા કોઢ અને ત્વચા રોગનાશક છે. અગર લેપ