આજે વાત કરીશ બેંગલોર શહેર નજીક એક આખા રવિવારનાં પેક આઉટિંગની.અમે આદિ યોગી શિવ સ્ટેચ્યુ, પ્રાચીન ભોગનંદેશ્વર શિવ મંદિર, તે જ પ્રાંગણમાં આવેલ અન્ય મંદિરો અને નંદી હીલ્સ ની મુલાકાત લીધી.આદિ યોગી સ્ટેચ્યુ જતાં બેંગલોર થી બે કલાક થાય છે. તે આપણાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ની જેમ ખૂબ ઊંચી મૂર્તિ છે. એ સ્ટેચ્યુ બાર માળનાં મકાન જેટલું, 115 ફૂટ ઊંચું છે છતાં સંપૂર્ણ સપ્રમાણ છે. શિવજીના એક થી બીજા ખભા સુધીની પહોળાઈ 85 ફૂટ છે. છતાં, મોં પરના આનંદિત ભાવો, બંધ આંખો, શાંત મુખમુદ્રા, બેય કાન અને કુંડળ , ગાલ, માથાં પર ચંદ્ર, જટા - બધું એકદમ સપ્રમાણ. અરે, ગાળામાં