ઘટનામાં ટ્વિસ્ટ

  • 2.3k
  • 1
  • 1k

ડૂમો: શબ્દકોશ મુજબ: લાગણીના આવેગથી છાતીના પોલાણમાં ભરાતો શ્વાસનો ડચૂરો. અનુભવ કર્યા વિના, આ તીવ્ર ભાવનાની કલ્પના કરવી અત્યંત મુશ્કેલ છે. અમે આ વાત ત્યારે સમજ્યા, જ્યારે નીચેની ઘટના અમારી સાથે બની."શ્રી રાઠોડ સાહેબ?"“જી. તમે કોણ?""તમે સુમિત રાઠોડના પિતા છો?"ફક્ત બે સાદા પ્રશ્નોના પગલે એક અસ્વસ્થતાએ મને જકડી લીધો અને હૃદયના ધબકારા કાનમાં રણકવા લાગ્યા. મારો અવાજ ઘટી ગયો. "હા. તમે કોણ?""હું ઇન્સ્પેક્ટર કદમ. એક ભયાનક માર્ગ અકસ્માતમાં, અમને સંપૂર્ણપણે વિકૃત શરીર મળ્યું છે. સામાન મુજબ સુમિત રાઠોડ જણાય છે. ઓળખની ચકાસણી માટે તમને પોલીસ સ્ટેશન આવવું પડશે.”મોબાઈલ હાથમાંથી સરકીને નીચે પડે, તે પહેલા મારું શરીર જમીન પર અથડાયું. ફોન