ભારતીય ઇતિહાસમાં ગુહિલોત વંશ તથા મહારાણા પ્રતાપ - 93

  • 1.7k
  • 894

(૯૩) મંદસૌરમાં તારાચંદ ઘાયલ          ફતેહપુર સિકરીના રાજમહેલમાં શહેનશાહ અકબર ગુસ્સામાં આંટા મારી રહ્યા હતા. મેવાડનો રાણો પ્રતાપ શરણે આવતો નથી. હલ્દીઘાટીની આવડી મોટી લડાઈ લડ્યા પછી પણ એનો જુસ્સો નરમ પડ્યો નથી. કોઇપણ સામ્રાજ્ય માટે એની આર્થિક પરિસ્થિતિ મહત્વની વસ્તુ છે. મેવાડમાંથી ગુજરાતમાં જવાના રસ્તે એવી પરિસ્થિતિ મહારાણાએ નિર્માણ કરી છે કે, વેપારીઓ પ્રવાસ ખેડતા ગભરાય છે. ગુજરાત જેવા સમૃદ્ધ પ્રદેશનો સંપર્ક વ્યાપારી ક્ષેત્રે ટૂટી જાય તો સામ્રાજ્ય માટે ખતરનાક સ્થિતિ ઉત્પન્ન થાય.          એણે શાહબાઝખાનને હાજર થવાનો હુકમ કર્યો. ખાન મનમાં ખુશ થયો. રાજા માનસિંહ, રાજા ભગવાનદાસ અને એમના રાજપૂતો પ્રત્યે બાદશાહ નિરાશ થયા એજ એને માટે પોતાની