(2) આટલું કહ્યા બાદ બાપુના સંકેતથી સેવકે અભેરાઈ પરથી માટીનું એક માટલું લાવીને તેમની પાસે મૂક્યું. પછી બાપુના કહેવાથી દિલાવર બહાર જઈને એક અન્ય ગ્લાસમાં પાણી ભરી લાવ્યો અને તેમની સૂચનાથી એ ગ્લાસ પુષ્પાના હાથમાં મૂકી દીધો. ‘દીકરી... !' બાપુએ કહ્યું, ‘તું આ ગ્લાસમાંથી પાણીનો એક મોટો ઘૂંટડો ભરી લે અને થોડી પળો સુધી તેને મોંમાં આમતેમ ફેરવીને આ માટલામાં એનો કોગળો કરી નાખ... !' પુષ્પાએ કંપતાં કંપતાં બાપુની સૂચના મુજબ પાણીનો ઘૂંટડો ભરીને માટલામાં કોગળો કર્યો. માટલામાં કોગળો પડતાં જ પળભર માટે તેમાંથી આગની પ્રચંડ જવાળા બહાર નીકળીને અદશ્ય થઈ ગઈ અને ત્યાર બાદ માટલામાંથી ધુમાડો નીકળવા લાગ્યો. પુષ્પા