ચમત્કારના નામે ઠગાઈ... ! - 1

(30)
  • 3.2k
  • 5
  • 1.9k

(1) એંસી લાખની વસ્તી ધરાવતા વિશાળગઢ શહેરની ક્રાઇમબ્રાંચમાં ઇન્સ્પેક્ટર રાજકુમાર, બંને સબઈન્સ્પેક્ટરો દિલારામ અને સોરાબજી રોજિંદી કાર્યવાહીમાંથી પરવારીને વાતોના ગપાટા મારતા બેઠાં હતા. વાતો દરમિયાન તાંત્રિકો અને જ્યોતિષીઓનો ઉલ્લેખ થયો. ‘માતાજી, જ્યોતિષવિદ્યા, મંત્ર-તંત્ર ખોટાં છે એમ હું નથી કહેતો સર...' અચાનક દિલારામ જોશીલા અવાજે બોલ્યો, ‘પણ એના નામે આમજનતાને વાક્પટુતાની જાળમાં ફસાવીને ‘સફેદ ધુતારાઓ, પાખંડીઓનો તો જાણે રાફડો ફાટી નીકળ્યો છે. બીજું તો ઠીક, ભણેલાઓ અને ઉજળિયાત વર્ગના શ્રીમંતો પણ અંધશ્રદ્ધામાં રાચતા હોય છે, ફસાતાઓ હોય છે ને છેતરાયા પછી પસ્તાતા હોય છે.' ‘દિલારામ સાચું કહે છે સર...' સોરાબજીએ કહ્યું, 'આપણા શહેરમાં પણ વર્ષોથી આવાં ધતિંગો ચાલે છે. ‘કોઈની ફરિયાદ