શિખર - 7

(17)
  • 2.7k
  • 1
  • 1.7k

પ્રકરણ - ૭ નીરવ અને પલ્લવી એ બંને વચ્ચે અત્યાર સુધી જે કંઈ પણ સંવાદ થયો એ બધું જ તુલસીએ સાંભળી લીધું હતું પરંતુ એ વાતથી નીરવ અને પલ્લવી બંને જણાં હજુ પણ અજાણ જ હતા. ત્યાં જ અચાનક નીરવની નજર દરવાજા પાસે ઉભેલી તુલસી પર પડી એટલે એ તરત જ બોલી ઉઠ્યો, "અરે! મમ્મી? તું ક્યારે આવી? અમારું તો ધ્યાન જ નહોતું. અહીં અંદર આવ ને!" "હું હજુ હમણાં જ આવી બેટા! અત્યારે મારે અંદર નથી આવવું પરંતુ હું તારા એકલાં જોડે ખાસ અગત્યની વાત કરવા ઈચ્છું છું. હું નીચે હોલમાં તારી રાહ જોઈ રહી છું તો ત્યાં આવી