શિખર - 6

(16)
  • 2.8k
  • 2
  • 1.8k

પ્રકરણ -૬ નીરવ ઘરે આવ્યો એટલે તુલસીએ એને તરત જ કહ્યું, "દીકરા! તારા માટે ખૂબ સારા સમાચાર છે. પલ્લવી ઘરે પાછી આવી ગઈ છે." આ સાંભળતાં જ નીરવ એકદમ ઉછળી પડ્યો અને તરત જ બોલી ઉઠ્યો, "અરે! મમ્મી! શું કહે છે તું? ખરેખર પલ્લવી પાછી આવી ગઈ છે? તો ક્યાં છે પલ્લવી?" "હા બેટા! ખરેખર! પલ્લવી તારા દીકરા શિખરને લઈને પાછી આવી ગઈ છે અને ઉપર તારા રૂમમાં તારી રાહ જોઈ રહી છે પરંતુ મને તો એ બહુ ગુસ્સામાં હોય એવું લાગી રહ્યું છે. ખબર નહિ શું કારણ હોય! પરંતુ એ મારી જોડે વાત કરવા માટે બિલકુલ રાજી નથી અને