શિખર - 3

(12)
  • 2.9k
  • 1
  • 2k

પ્રકરણ - ૩ બીજા દિવસની સવાર પડી એટલે આખા ઘરમાં દોડાદોડી થઈ ગઈ. નીરવ હવે પલ્લવીને શોધવામાં લાગી ગયો. પલ્લવી ક્યાં ગઈ હશે શિખરને લઈને? એ એને સમજાઈ રહ્યું નહોતું. એ વારંવાર પલ્લવીને ફોન કરી રહ્યો હતો પરંતુ સામે છેડે માત્ર રીંગ જ વાગી રહી હતી. કોઈ રિપ્લાય આવી રહ્યો નહોતો. નીરવની હાલત પલ્લવીને ન જોતાં ખૂબ જ ખરાબ થઈ ગઈ હતી. આ બાજુ તુલસીની હાલત પણ કંઈ બહુ સારી કહી શકાય એવી તો નહોતી જ. એ પણ શિખરના ચાલ્યા જવાથી દુઃખી હતી. એ નીરવને પૂછી રહી, "શું થયું નીરવ બેટા! પલ્લવી આમ અચાનક શિખરને લઈને ક્યાં ચાલી ગઈ હશે?