સુકુન .... આ શબ્દ સાંભળતાની સાથે જ મારા મનમાં એક દ્રશ્ય સર્જાય જાય છે કે જાણે આંખો બંધ કરીને એક ઊંડો શ્વાસ લઈ ગુલાબની પાંખડી સમા હોઠો ની લંબાઈ થોડી વધારી ને મન ને શાંતિની અનુભૂતિ કરાવી પરમાત્મા નો અનુભવ હુ કરી રહી હોય. આ સૂકુન એક એવો મજબૂત શબ્દ છે ને...કે.. જેના અર્થ અને એની સાથે સંકળાયેલ લાગણીઓ અઢળક સ્પંદનો ને હૃદય માં ઉત્તેજિત કરતી રહે છે. પછી ભલે ને એ સુકુન કોઈ નાના બાળક ને ભરપૂર પ્રયાસો બાદ મળતી ચોકલેટ ને જોઇને હોય,..કે ઘણા દિવસો પછી છોકરીઓ એ પાણીપુરી ખાધી હોઈ...વૃદ્ધ પિતા ને એના વ્યાજને(એના સંતાનોના સંતાન) સાચવવા અને