શિખર - 1

(18)
  • 5.2k
  • 3
  • 3.2k

પ્રકરણ - ૧ દેસાઈ પરિવારનાં આંગણામાં આજે બધાં ખૂબ જ ખુશ હતાં. કારણ કે, આજે કેટલાંય વર્ષોની તમન્ના પછી એમનાં ઘરની પુત્રવધૂ પલ્લવીએ પહેલાં ખોળે દીકરાને જન્મ આપ્યો હતો. પલ્લવી અને નીરવનાં લગ્નને લગભગ પાંચ વર્ષ થઈ ગયાં હોવા છતાં હજુ પણ પલ્લવીનો ખોળો ભરાયો નહોતો. બધાં ઘરનો વારસદાર ક્યારે આવે એની જ રાહમાં હતાં. અને આજે હવે આખા દેસાઈ પરિવારનું એ સપનું પૂરું થયું હતું. ઘરમાં બાળકના આગમનથી આખો દેસાઈ પરિવાર ખૂબ જ ખુશ હતો. પલ્લવીને નોર્મલ ડિલિવરી હોવાથી એને બીજા જ દિવસે હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી હતી. હોસ્પિટલમાંથી રજા આપ્યાં પછી આજે નીરવ અને પલ્લવી બાળકને લઈને