૪૪. વિજયી પ્રસન્ન તે દિવસે બપોરે શું થયું જરા જોઈએ. ત્રિભુવને સંદેશો મોકલવાથી વલ્લભસેન ઉતાવળી પાટણ આવી પહોંચ્યો. ત્રિભુવને તેને બધી વાત કહી, પણ વલ્લભને ગળે ઊતરી નહિ. છતાં દેવપ્રસાદના છોકરાનું વચન સાચવવા અને તેનું હિત જાળવવા તે તૈયાર હતો, અને તેણે પાટણમાં રહેવાનું કબૂલ કર્યું. તે દેવપ્રસાદને મહેલે જઈને રહ્યો. જ્યારથી આગેવાનોએ રાણીને પાછી આવવા દેવાનો વિચાર દર્શાવ્યો હતો, ત્યારથી ત્રિભુવનનું ચિત્ત ચકડોળે ચઢ્યું હોય એમ લાગતું હતું. સવારે બધાને મળવામાં અને રાજ્યની દરેક જાતની ગોઠવણ કરવામાં તે રોકાયો હતો, એટલે પ્રસન્ન તેને મળી શકી નહિ; પછી તે વલ્લભ જોડે વાતમાં રોકાયો, ત્યારે પણ કાંઈ વખત મળ્યો. નહિ. બપોર