પાટણની પ્રભુતા - ભાગ 42

  • 2.7k
  • 1.2k

૪૨. બત્રીશલક્ષણાઓ હોમવાનું કારણ મામા અને ભાણેજે એકમેકની સામે જોયું. ત્રિભુવનની આંખમાં સખ્તાઈ આવવા લાગી. ‘મામા ! આજે મેં એક વસ્તુ જોઈ,' ત્રિભુવને દાંત પીસી કહ્યું. 'શી ?' 'શા કારણે બધા તમારાથી ત્રાસે છે તે.' ‘તે શું ?” સ્નેહળ અવાજે મુંજાલે પૂછ્યું. 'તમારી નજર ત્રિકાળજ્ઞાનીની છે, અને તમારી જીભ પર ગુરૂ બૃહસ્પતિ બિરાજે છે.' 'ભાઈ ! પણ તું કાંઈ રિઝાયો લાગતો નથી.' ‘તેમાં શું ? પાટણ આગળ શી વિસાતમાં ? મામા, તરે પાટણ જિવાડ્યું અને ભાણો માર્યો.’ ‘કેમ ? ચમકીને મુંજાલે કહ્યું. મીનળકાકી ગામમાં પેસે, કે હું આ દેશ છોડવાનો મારો નિશ્ચય તમે જો છો?' 'શું કહે છે ?' જરા