પાટણની પ્રભુતા - ભાગ 41

  • 2.8k
  • 1.3k

૪૧. વિષ્ટિ ત્રિભુવને થોડા દિવસમાં અદ્ભુત શક્તિ દાખવી હતી; અને શહેરની વ્યવસ્થા નને રક્ષણ માટે તેણે ચાંપતા ઉપાયો લેવા માંડ્યા હતા. અલબત્ત, ખેંગારનો અનુભવ અને ઉદાના મુત્સદ્દીપણાને લીધે ઘણું કામ થયું હતું; છતાં ત્રિભુવનના જેટલી ઉત્સાહપ્રેરકતા કોઈનામાં નહોતી. લોકો તેને થઈ ગયેલા શૂરા સોલંકીઓનો મુકુટમણિ લેખવા લાગ્યા, તેના વચને પ્રાણ આપવા તૈયાર થવામાં મોટાઈ માનવા લાગ્યા. સ્ત્રીઓ તેનું કુમળું છતાં ભવ્ય મોઢું જોઈ વારી જવા લાગી; પુરુષો તેનું હિમતભર્યું અને બાહોશીવાળું ચારિત્ર્ય જોઈ કુરબાની કરવા લાગ્યા; ઘરડાઓ તેના બાપ અને માની જૂની વાતો તાજી કરી તેને પૂજવા લાગ્યાં. ડુંગર નાયક તો તેને દેવ ધારતો અને તેની પાછળ કૂતરાની નિમકહલાલીથી ફરવામાં