પાટણની પ્રભુતા - ભાગ 40

  • 2.5k
  • 1.2k

૪૦. પાટણની માતા જ્યારે જ્વદેવકુમાર બહાર ફરીને આવ્યો ત્યારે તેણે મીનળદેવીને પથારીમાં સૂતેલી જોઈ. 'આ ! શું થયું ? બપોરે તો કશું ન હતું કે !' તેનો અવાજ સાંભળી રાણી ધ્રૂજી. 'જયદેવ ! મારું માથું ઘણું દુ:ખે છે અને જીવ ફરે છે. કેમ, તે ફરી આવ્યો?' 'હા, આજે ઘણી મજા પડી. પેલો સમર ક્યાં ગયો? એ ડોસો હવે બિલકુલ નકામો થઈ ગયો છે.' 'હોય બાપુ ! જૂનાં માણસો પર ગુસ્સે નહિ થઈએ“ 'સમર ! સમર ! તું ક્યાં ગયો ?' 'આવ્યો, મારા મહારાજ !' કહી ચોપદાર આવ્યો. તેના મોઢા પર અપરિચિત લાગતો હર્ષ દેખાતો હતો. 'લે મારો મુગટ ને આ