પાટણની પ્રભુતા - ભાગ 38

  • 3.1k
  • 1.4k

૩૮. હૃદયનો પુનર્જન્મ જ્યારે રાણી વિખરાટ પાછી ગઈ ત્યારે તેની ગૂંગળામણનો કાંઈ પાર રહ્યો નહોતો. પ્રસન્ન આગળ પણ તેનું કાંઈ ચાલ્યું નહિ. હવે શું ? હવે કયાં અપમાનો, કઈ અધમતાનો સ્વાદ ચાખવાનો રહ્યો ? પાછા આવતાં મહામહેનતે તેણે શાંતિ રાખી અને વિજ્યપાળ વગેરેના સવાલનો જવાબ દીધો મેં પ્રસન્નને સમજાવી છે. એકબે દિવસમાં કાંઈક જવાબ આવશે.’ દિવસ ગયા અને જવાબ જોઈએ એવો સારો નહિ આવ્યો. જ્યાં રાણી એકાંતમાં ગઈ કે તેણે માથે હાથ મૂકીને રડવા માંડ્યું; તેનું હૈયું ભરાઈ આવ્યું. એટલામાં જયદેવકુમાર આવ્યો અને તેણે પૂછ્યું : 'બા ! ત્યાં જઈને શું કરી આવ્યાં ? હવે પાટણ ક્યારે જઈશું " મીનળદેવીની