પાટણની પ્રભુતા - ભાગ 31

  • 2.3k
  • 1.3k

૩૧. ગુરુદેવની આજ્ઞા જ્યારે દેવપ્રસાદે પૂર્વ સરસ્વતીના નીરમાં પડતું મૂક્યું ત્યારે તેને બચવાની ઘણી આશા આવી. મહાલય નદીના તીરની એક બાજુએ હતો એટલે તરીને ત્યાં જવું, એ રમતની વાત હતી; અને એ તરફના પ્રદેશમાં દરેક ગામડામાં એનાં માણસો હતાં, કે જેઓ એનું નામ સાંભળતાં જીવ આપવા તૈયાર થઈ જાય. ત્યાં જઈ, સ્વસ્થ થઈ, મેરળ તરફ ચાલી નીકળવું, એ એને સહેલું ભાસ્યું. પણ જેવો એ પડ્યો તેવો હંસામાં એકદમ એને ફેરફાર લાગ્યો. ક્યાં તો આટલે ઊંચેથી પડવાની કે શરદીથી હંસા બેભાન થઈ ગઈ, એમ તેને લાગ્યું, અને તેના હાથ મંડલેશ્વરને ગળેથી છૂટી ગયા. હવે મંડલેશ્વરના અપ્રતિમ શરીરબળની કસોટીનો વખત આવ્યો. તેણે