પાટણની પ્રભુતા - ભાગ 30

  • 2.3k
  • 1.3k

૩૦. સ્વામીની વહારે સવારે મેરળને પાદરે વલ્લભ મંડલેશ્વર દાંત પીસી પોતાના સ્વામી દેવપ્રસાદની રાહ જોતો પડ્યો હતો. વલ્લભ એક નાના મંડલનો મંડલેશ્વર હતો અને નાનપણથી દેવપ્રસાદે તેને પોતાના દીકરાની માફક ઉછેર્યો હતો. વલ્લભ પણ તેને બાપથીયે અધિક ગણતો હતો. તે ગંભીર, થોડાબોલો, સીધો ને હિંમતવાન પોદ્ધો હતો અને કૂતરાની માફક તેને પગલે ચાલવું, તેનો હુકમ માથે ચઢાવવો, તે જ પોતાના જીવનનો પહેલો મંત્ર લેખતો. દેવપ્રસાદના હુકમ પ્રમાણે લશ્કર લઈને તે મેરળ આગળ પડ્યો હતો, અને દરેક પળે તેની વાટ જોતો હતો, જેમ જેમ દિવસ ચડતો ગયો, તેમ તેમ તેનો ચહેરો વધારે ગંભીર થતો ગયો. બપોરે વિશ્વપાલ સામંત રસાલો લઈને મધુપુરથી