પાટણની પ્રભુતા - ભાગ 28

  • 2.6k
  • 1.5k

૨૮. જતિ કે જમદૂત ? રાણી પાસેથી જ્યારે આનંદસૂરિ છૂટો પડ્યો ત્યારે તેના મગજની સ્થિતિ ઘણા જ વિચિત્ર પ્રકારની હતી. આખી રાતનો ઉજાગરો, કેટલા દિવસ થયાં આદરેલી પ્રવૃત્તિ, કેટલાં વર્ષોની મહેનતનો પાસે દેખાતો અંત, એ બધાથી તેનું ચિત્ત ગાંડા જેવું થઈ ગયું હતું. તેને એક જ વસ્તુ નજર આગળ દેખાતી; શ્રાવકોનો ઉદય. પહેલાં તો તેને તે વસ્તુ ઘણી પાસે આવતી દેખાઈ, જૈન રાણી, જૈન દંડનાયક, પોતે સલાહકાર, ચંદ્રાવતીનું લશ્કર હવે ગુજરાતમાં જૈનને માટે બાકી શું રહ્યું ? જાં બધુ સ્થિર-સ્થાવર થાય, કે જૈન મતનો પૈકી આખા ભરતખંડમાં; જન મંદિરો દશે દિશામાં !' પાછળથી બાજી કથળી ગયેલી દેખાઈ, રાણીને ધર્મના ઝનૂન