પાટણની પ્રભુતા - ભાગ 16

  • 2.4k
  • 1.6k

૧૬. પ્રસન્નની પીડા 'હંસા !' મીનળદેવીએ કહ્યું : જો, આ આનંદસૂરિજી તારી સાથે અડધે રસ્તે આવશે; પણ તારું વચન પાળજે હોં. ' 'રાણી ! હંસાને હજુ વચન તોડ્યું નથી; ગભરાશો નહિ મારા કુળનું મારે હાથે જ નિકંદન કરવા હું સરજાયેલી છું.' કહી હંસા આગળ ગઈ. પાછળ આનંદસૂરિ રહ્યો, તેણે સાધુનો વેશ તજી રાજપૂતનો વેશ પહેર્યો હતો. 'જુઓ, જતિજી ! સાંજ પડે પાછા ફરજો, અને ચાંપાનેરી દરવાજા બહાર ઊભા રહેશો તો ચાલશે. હું ત્યાં મળીશ.' 'બેફિકર રહો. હું હમણાં આવ્યો,' જતિએ જવાબ વાળ્યો, અને તે ત્યાંથી ચાલ્યો ગયો. હાર્યો જુગારી બમણું રમે એવી સ્થિતિ રાણીની થઈ હતી. કોઈ પણ રીતે મુંજાલ