પાટણની પ્રભુતા - ભાગ 8

  • 2.7k
  • 1
  • 1.9k

૮. બાપ અને દીકરો દેવપ્રસાદ ભારે હૈયે ઘેર આવ્યો. તે ઘડીભર રાજ્યખટપટ ભૂલી ગયો. તેના મગજમાં ત્રણ જ શબ્દો અથડાયા કર્યા: હંસા જીવે છે. ઊંડો વિચાર કરવાની શક્તિ તેનામાં ઝાઝી હતી નહિ, છતાં અત્યારે તો પૂરેપૂરી જ મારી ગઈ હતી. અત્યારે શું કરવું તે તેને સૂઝ્યું નહિ. તેના મનમાં અનેક વિચારો થયા. કાંઈ કાંઈ જૂની આશાઓ અને સંકલ્પો ફરી પ્રકટ્યા. પહેલાં તો પોતાની આંખને અને રાજાના શબ્દોને માનવા કે નહિ, તેનો વિચાર આવ્યો. એક રીતે રાજ્યખટપટની અણીને પ્રસંગે હંસાના હૃદયભેદક વિચારોએ તેની હિંમત ઓછી કરી; અને બુદ્ધિની તીક્ષ્ણતા કાંઈક બુઠ્ઠી થઈ. એ પાટણમાં ખાનગી રીતે આવ્યા હતો, એટલે તે છાનોમાનો