પાટણની પ્રભુતા - ભાગ 7

  • 3.3k
  • 2.4k

૭. કર્ણદેવ આ બધો વખત બિચારો મંડલેશ્વર વાચસ્પતિની રાહ જોતો છજામાં આઃટા મારતો હતો. પહેલાં તેણે વાચસ્પતિને ગાળો દીધી, પછી લીલા વૈદને, પછી મુંજાલને, પછી મીનળદેવીને પછી પોતાના ભાગ્યને; છતાં કોઈ આવ્યું નહિ. આખરે બગાસું આવ્યું. એટલે તે ભોંય પર બેસી ગયો. તરત તેને એક ઝોકું આવ્યું, અને તે ઊંઘી ગયો. ઊંઘમાં તેને અનેક સ્વપ્નાં આવ્યાં. એક સુંદર મુખ હંમેશાં તેમાં દેખાયા કરતું. મંડલેશ્વર વધારે નિરાશ અને ચિંતાતુર થયો. ઊંઘમાં પણ જાણે છાતી બેસી ગઈ હોય એમ તેને લાગ્યું. આમ કેટલીક ઘડીઓ વહી ગઈ, મધ્યરાત્રિ વીતી, પરોઢિયું ફાટવાનો વખત પાસે આવ્યો; રાતના અંધકારમાં ન સમજાય એવો મીઠો, આછો પ્રકાશ ભળવા