પાટણની પ્રભુતા - ભાગ 6

(13)
  • 3k
  • 2.1k

૬. ધર્મ અને સામ્રાજ્ય આનંદસૂરિએ પ્રણામ કર્યા; મીનળે સામો જવાબ વાળ્યો. 'દેવી ! આ સૌભાગ્યભાઈએ મોકલેલા મહાત્મા. હવે હું જઈશ. જોઈ આવું કે અન્નદાતાની તબિયત કેમ છે ?' ‘હા, જા. હું હમણાં આવું છું.' 'દેવી !' આનંદસૂરિએ કહ્યું, આજ મારાં અહોભાગ્ય છે. હું દેશદેશ રખડ્યો, પણ આપને જોવાની ઈચ્છા હૃદયમાં હંમેશ હતી. આજે હું કૃતાર્થ થયો.' ‘આપનું નામ ?' ‘આનંદસૂરિ.' 'આપ અહીંયાં કેમ આવ્યા છો ? કાંઈ ખાસ કામ છે ?' 'મહારાણી ! ખરું કહું ?' જતિની આંખમાં જુદું તેજ આવ્યું. મુંજાલની હાજરીમાં જે ક્ષોભ હતો, તે ચાલ્યો ગયો. ધીમે ધીમે તેનો પ્રભાવ દેખાવા લાગ્યો. 'મારું જીવન મેં જિન પ્રભુજીને