પાટણની પ્રભુતા - ભાગ 3

(20)
  • 4.7k
  • 2
  • 3.5k

૩. મુંજાલ આનંદસૂરિ છજાને બીજે છેડે પહોંચ્યો. તે તેના મનમાં મલકાતો હતો. ગુરુદેવની રજા લઈ ચંદ્રાવતીથી તે પાટણ આવ્યો ત્યારે તેને આશા નહોતી કે, આવા શુભ શુકનમાં તે આવશે. 'પ્રભુ ! મહારાજ !' એક સ્ત્રીનો સાદ આવ્યો. જતિ વિચારમાંથી જાગ્યો. 'કોણ, રેણુકા ?' 'જી હા; પધારો. મેં મંત્રીને તમારો કાગળ આપ્યો અને તે આપને બોલાવે છે.' 'ક્યાં છે ‘ ‘ચાલો મારી જોડે,' કહી રેણુકા જતિને ત્યાંથી લઈ ગઈ. જતિને જરા ક્ષોભ થયો. મુંજાલ – ગુજરાતના મહામંત્રીની ખ્યાતિ કોણ જાણતું નહોતું ? તેના નામની હૂંડીઓ બગદાદ અને વેનિસમાં સ્વીકારાતી. તેની શક્તિની સાક્ષી ધ્રૂજતા સામંતો અને મંડલેશ્વરી પૂરતા. માલવરાજ તેને હાથ કરવા