ખુશી - ધ પપી માણસ તકલીફમાં, સ્ટ્રેસસમાં હોય છે ત્યારે હીલિંગ માટે ઘણાં બધા રસ્તાઓ શોધતો હોય છે ઘણી બધી તકનીકો અપનાવતો હોય છે. કોઈક સારા સ્પીકરનાં પોડકાસ્ટ સાંભળવા, આધ્યાત્મિક પ્રવચનો સાંભળવા, ધ્યાન કરવું, એક્સરસાઇઝ કરવી કે કોઈ સારું પોતાના મનગમતા લેખકનું પુસ્તક વાંચવું વગેરે. કોઈક ને કોઈક રીતે પોતાની મેન્ટલ હેલ્થને સુધારવા તથા પોતાના ટેન્શનમાંથી ડાયવર્ટ થવા માટે નવા નવા રસ્તાઓ શોધતો હોય છે. કેટલીકવાર આ બધા સાધનો કારગર સાબિત થાય પણ અને ના પણ થાય પરંતુ એક મૂક જીવ તમને કામના સ્ટ્રેસ, ટેન્શનથી મુક્ત કરી શકે છે એ પણ એક સાબિત થયેલો બાબત છે. ઘણી વખત આપણને ઘરમાં