સતાધારનો રામ રત્ન પાડો

  • 9k
  • 1
  • 3.4k

કોઈક માણસના ભાગ્યમાં પણ હોતું નથી એટલું માન સન્માન ને આદર કાઠિયાવાડી સંસ્કૃતિમાં કેટલાક પ્રસંગોમાં પશુઓને પણ ઈતિહાસને પાને ઘણીવાર જોવા મળ્યું છે,એ વાંચતા સાંભળતા તો ઘડીક થંભી જવાનું મન થાય કે વાહ પશુ છે પણ માનવથી પણ એક ડગલું આગળ જીવી ગયા.પશુ જાતિના કેટલાક સંસ્કારો માનવને અનેક બોધપાઠ આપે છે પણ બધાને એ સમજવું જ છે ક્યાં? આજે અહીં સતાધારના આપા ગીગાની જગ્યાના પાડાની વાત માંડવી છે કે જેના માટે એમ કહેવાય છે કેપાડે દેખાડ્યું પ્રગટ સતાધારનું સાચ,અનેક જુગ ઉલટી જતા ઉની નાવે આંચ.આજના યુગનો માણસ તો ઘડીક માથું ખંજવાળવા માંડે કે એવું તો વળી શું હતું કે એક