ભારતીય ઇતિહાસમાં ગુહિલોત વંશ તથા મહારાણા પ્રતાપ - 86 અને 87

  • 1.6k
  • 790

(૮૬) રાજકુમારી ચંપાવતીનું આત્મબલિદાન મહારાણી પ્રભામયીદેવી અને મહારાણા પ્રતાપની લાકડી દીકરી ચંપાવતી કારમા ભૂખમરાના દિવસોમાં માત્ર દશ વર્ષની ઉંમરે દુ:ખના દરિયામાં ડુબકી મારતી હતી. ભૂખ એ દુ:ખની સહોદરા છે. દુ:ખ હોય ત્યાં ભૂખ હોય જ. “ભૂખ લાગી છે માઁ, મને કંઇક ખાવાનું આપ.” વારંવારની વિનવણીમાંના દિલને પણ કારમો ઘા આપી જતી હતી. ઘાસની છેલ્લી રોટલી પોતાની દીકરીને આપી અને તે પણ જંગલી બિલાડો લઈ ગયો. રડવા લાગી. મહારાણાનું મન ભાંગી પડ્યું. પોતાના સાથીને મહારાણા કહી રહ્યા હતા. “હવે બહુ થયું. સંધિને સંદેશો મોકલી દો. પુત્રીની પીડા નથી જોવાતી.” દશ વર્ષની બાળા આ સાંભળી ગઈ. તે વિચારવા લાગી. “મારા પિતા સંધિનો